Search This Blog

Thursday 7 December 2017

Shree Nathjini Manasi Pooja (Vanke Ambode Shree Nathji) - શ્રીનાથજીની માનસી પૂજા (વાંકે અંબોડે શ્રીનાથજી)

Vanke Ambode Shrinathji, Ne Sundirashyam Svarup; 
Shrivallabha Shut Seva Kare, E Shrigokul Na Bhup. 

વાંકે અંબોડે શ્રીનાથજી, ને સુંદિરશ્યામ સ્વરૂપ;
શ્રીવલ્લભસુત સેવા કરે, એ શ્રીગોકુળના ભૂપ.

Pagh Bandhe Vahalo Jarakashi, Ne Sundar Vagha Sar; 
Pataka Chhe Panch Rang Na, Sajia Te Sol Shrungar..., 

પાઘ બાંધે વહાલો જરકશી, ને સુંદર વાઘા સાર;
પટકા છે પંચ રંગના, સજિઆ તે સોળ શૃંગાર...,

Kesari Tilak Sohamana, Nasika Vishvadhar; 
Tilak Ni Ati Kranti Chhe, Kanthe Chhe Motiyan Har..., 

કેસરી તિલક સોહામણા, નાસિકા વિશ્વાધાર;
તિલકની અતિ ક્રાંતિ છે, કંઠે છે મોતિયન હાર...,

Hadapachie Hiralo Jhag-Mage, Ena Tej Tano Nahi Par; 
Adhar Bimb E Rasik Chhe, Jhalake Chhe Jyot Prakash..., 

હડપચીએ હીરલો ઝગમગે, એના તેજ તણો નહિ પાર;
અધર બિંબ એ રસિક છે, ઝળકે છે જ્યોત પ્રકાશ...,

Bahe Bajubandh Berakha, Harina Khitaliyala Kesh; 
Nirakhya Ne Vadi Nirakhisu, Ena Par Na Pame Shesh..., 

બાહે બાજુબંધ બેરખા, હરિના ખીટળીયાળા કેશ;
નીરખ્યા ને વળી નીરખીશું, એના પાર ન પામે શેષ...,

Dabi Baju E Girivar Dharyo, Jamane Kati Madhya Bhag; 
Krupa Karo Shrinathji, Mara Haiya Tadha Thay..., 

ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણે કટી મધ્ય ભાગ;
કૃપા કરો શ્રીનાથજી, મારા હૈયા ટાઢા થાય...,

Paye Ghughari Rana-Jhane, Mojadie Moti No Har; 
Krupa Karo Shrinathji, Balihari Madhavadas..., 

પાયે ઘૂઘરી રણઝણે, મોજડીએ મોતીનો હાર;
કૃપા કરો શ્રીનાથજી, બલિહારી માધવદાસ...,

Madhavadas Kahe Hari Maru, Maṅgyu Apo Maharaja; 
Ladi Ladi Karu Vinanti, Mune Dejo Vrajama Vas...

માધવદાસ કહે હરિ મારું, માંગ્યું આપો મહારાજ;
લળી લળી કરું વિનંતી, મુને દેજો વ્રજમાં વાસ...

No comments:

Post a Comment