Search This Blog

Thursday 30 November 2017

Hari Tara Che Hajar Nam Lyrics - હરિ તારા છે હજાર નામ

Hari Tara Che Hajar Naam! Kaye Name Lakhvi Kankotari 
Roj Roj Badale Mukam Kaye Game Lakhvi Kankotari 

હરિ તારા છે હજાર નામ ! કયે નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ કયે ગમે લખવી કંકોતરી

Mathura Ma Mohan Tu Gokud Govadio 
Dhvarikano Ray Ranchhod... Kaye 

મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ
ધ્વારીકાનો રાય રણછોડ... કયે

Koi Sitaram Kahe Koi Radheshyam Kahe 
Koi Kahe Nandano Kisor... Kaye 

કોઈ સીતારામ કહે કોઈ રાધેશ્યામ કહે
કોઈ કહે નંદનો કિશોર... કયે

Bhaktoni Rakhi Tek Rup Dharyo Te Anek 
Ante To Ekno Ek... Kaye 

ભક્તોની રાખી ટેક રૂપ ધર્યો તે અનેક
અંતે તો એકનો એક... કયે

Bhakto Tara Apar Ganta Na Ave Par 
Pahoche Na Puro Vicar... Kaye 

ભક્તો તારા અપાર ગણતા ન આવે પાર
પહોચે ન પૂરો વિચાર... કયે

Narsinh Mahetano Swami Shamadio 
Mirano Giridhar Gopad... Kaye

નરસિહ મહેતાનો સ્વામી શામળીઓ
મીરાનો ગીરધર ગોપાળ... કયે

Shree Yamunajini Aarati Gujarati Lyrics - શ્રી યમુનાજીની આરતી

Jay Jay Maharani Jamuna, Jay Jay Patarani Jamuna, 
Sundar Satavadi Nar, Tap Kari Prabhune Aaradhiya, 
Prite Parnya Morar... Jay-Jay 

જય જય મહારાણી જમુના, જય જય પટરાણી જમુના,
સુંદર સતવાદી નાર, તપ કરી પ્રભુને આરાધિયા,
પ્રીતે પરણ્યા મોરાર... જય-જય

Suraj-Devtani Dikari, Ved Purane Vakhan, 
Bhai Ne Vahali Re Bahenadi, Pasali Api Chhe Sar... Jay-Jay 

સુરજદેવતાની દીકરી, વેદ પુરાણે વખાણ,
ભાઈને વહાલી રે બહેનડી, પસલી આપી છે સાર... જય-જય

Rupe Ruda Jad Shamada, Vege Chale Gambhir, 
Tire To Rang Opata, Vraj Vadhyo Vistar... Jay-Jay 

રૂપે રૂડાં જળ શામળા, વેગે ચાલે ગંભીર,
તીરે તો રંગ ઓપતા, વ્રજ વધ્યો વિસ્તાર... જય-જય

Charan Choline Chundadi, Upar Par Latakat Har, 
Kankan Kundad Ne Tiladi, Sajya Ma E Sod Shanagar... Jay-Jay 

ચરણા ચોળીને ચુંદડી, ઉપર પર લટકતા હાર,
કંકણ કુંડલને ટીલડી, સજ્યા માએ સોળ શણગાર... જય-જય

Vrundavan Vintai Rahyu, Mathura Jal Sthad Aadhar, 
Gokul Mahavan Pase Vasyo, Vahalo Maro Nandkumar... Jay-Jay 

વૃંદાવન વીંટાઈ રહ્યું, મથુરા જળ સ્થળ આધાર,
ગોકુળ મહાવન પાસે વસ્યો, વહાલો મારો નંદકુમાર... જય-જય

Ram-Ghat Shyam-Ghat Thakrani-Ghat, Bija Ghat Apar, 
Ajane Adharmi Nahi Gayo, Teni Ma E Karyo Uddhar... Jay-Jay 

રામઘાટ શ્યામઘાટ ઠકરાણીઘાટ, બીજા ઘાટ અપાર,
અજાણે અધર્મી નાહી ગયો, તેની માએ કર્યો ઉદ્ધાર... જય-જય

Aththavis Kund Ujjad Thaya, Bhaino Bhagyo Bhankar, 
Parakram Gel Chalaviya, Vrajma Kidho Vistar... Jay-Jay

અઠ્ઠાવીસ કુંડ ઉજ્જડ થયા, ભાઈનો ભાગ્યો ભણકાર,
પરાક્રમ ગેલ ચલાવીયા, વ્રજમાં કીધો વિસ્તાર... જય-જય

Nahya Gay Payapan Je Kare, Tene Jamano Nahi Bhankar, 
Kar Jodi Kahe Haridas, Nahajo Varm-Var... Jay-Jay

નાહ્ય ગાય પયપાન જે કરે, તેને જમનો નહી ભણકાર,
કર જોડી કહે હરિદાસ, નહાજો વારંવાર... જય-જય

Wednesday 29 November 2017

Ami Bhareli Najaro Rakho Mevad Na ShreeNathaji Lyrics - અમી ભરેલી નજરો રાખો મેવાડ ના શ્રીનાથજી

Ami Bhareli Najaru Rakho Mewad Na Shreenathji, 
Darshan Aapo, Duhkhada Kapo Mewad Na Shrinathji, Ami... 

અમી ભરેલી નજરો રાખો મેવાડ ના શ્રીનાથજી,
દર્શન આપો, દુઃખડા કાપો મેવાડ ના શ્રીનાથજી, અમી...

Caranakamad ma Sis Namavi Vandan Karu Shrinathaji Re, 
Daya Karine Bhakti Dejo Mewadna Shrinathaji, Ami... 

ચરણકમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી રે,
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી, અમી...

Hu Dukhiyaro Tare Dhware Avi Ubho Shrinathji Re, 
Aashis Dejo, Urama Lejo, Mewad na Shrinathji, Ami... 

હું દુખીયારો તારે ધ્વારે આવી ઊભો શ્રીનાથજી રે,
આશિષ દેજો, ઉરમાં લેજો, મેવાડના શ્રીનાથજી, અમી...

Tara Bharose Jivan Naiya Hanki Rahya Shrinathaji Re, 
Bani Sukani Par Utaro, Mewad Na Shreenathji, Ami... 

તારા ભરોસે જીવન નૈયા હાંકી રહ્યા શ્રીનાથજી રે,
બની સુકાની પાર ઉતારો, મેવાડ ના શ્રીનાથજી, અમી...

Bhakto Tamara Kare Vinanti Sambhadajo Shrinathaji Re, 
Muj Aanganama Vas Tamaro, Mewad Na Shreenathji, Ami...

ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી રે,
મુજ આંગણામાં વાસ તમારો, મેવાડ ના શ્રીનાથજી, અમી...


શ્રી કૃષ્ણ: શરણં મમ - ધૂન-ધ્વની (Shree Krushn Sharanam Mam - Dhun - Dhwani Lyrics In Gujarati)

શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ,
કદમ ડેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વ્રજ ચોરાસી કોસે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
કુંડકુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
રાસ રમતી ગોપી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
શરણાઈને તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
નૃત્ય કરતી નારી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ચંદ સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
જતીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ગોવર્ધન શિખરે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ગલી ગલી ગહવરવન બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વેણુસ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
કળા કરતા મોર બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
પુલીન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
શ્રી જમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
આંબા ડાળે કોયલ બોલે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વિરહી જૈનના હૈયા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
મધુર વાણી વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
તારલિયાના મંડલ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
રોમ રોમ વ્યાકુળ થઇ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
મહામંત્ર મન માહે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
જુગલચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ,
શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ,
શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ

He Karunana karanara tari Lyrics - હે કરુણાના કરનારા તારી

He Karunana Karanara Tari Karunano Kaai Par Nathi 
He Sankatana Haranara Tari Karunano Kaai Par Nathi 

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાઈ પાર નથી
હે સંકટના હરનારા તારી કરુણાનો કાઈ પાર નથી

Mara Pap Bharya Che Eva Tari Bhulyo Karavi Seva 
Mari Bhulona Bhulanara Tari Karunano Kaai Par Nathi... He 

મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા
મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કાઈ પાર નથી... હે

He Param Krupadu Vahala Me Pidha Vishna Pyala 
Vishne Amrut Karanara Tari Karunano Kaai Par Nathi... He 

હે પરમ કૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા
વિષને અમૃત કરનારા તારી કરુણાનો કાઈ પાર નથી... હે

Hu Antarma Thai Raji Khelyo Hu Avadi Baji 
Avadi Savadi Karanara Tari Karunano Kaai Par Nathi... He 

હું અંતરમાં થઇ રાજી ખેલ્યો હું અવળી બાજી
અવળી સવળી કરનારા તારી કરુણાનો કાઈ પાર નથી... હે

Mane Jadato Nathi Kinaro Maro Kyanthi Aave Aro 
Mara Sacha Khevanahara Tari Karunano Kaai Par Nathi... He 

મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો
મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કાઈ પાર નથી... હે

Bhale Chhoru Kachhoru Thaye Tu Mavatar Kahevaye 
Mithi Chhaya Denara Tari Karunano Kaai Par Nathi... He 

ભલે છોરું કછોરું થાયે તું માવતર કહેવાયે
મીઠી છાયા દેનારા તારી કરુણાનો કાઈ પાર નથી... હે

Che Bhaktanu Dil Udasi Tara Charane Le Avinashi 
Radhana Dil Haranara Tari Karunano Kaai Par Nathi... He

છે ભક્તનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી
રાધાના દિલ હરનારા તારી કરુણાનો કાઈ પાર નથી... હે

Tuesday 28 November 2017

મંગલાચરણ (Manglacharan)

ચિંતાસંતાનહંતારો, યત્પાદાંબુજરેણવ: |
સ્વીયાનાં તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુમુર્હુ: ||૧||

યદનુગ્રહતો જન્તુ: સર્વ દુઃખાતિગો ભવેત |
તમહં સર્વદા વન્દે, શ્રીમદવલ્લભ નંદનમ ||૨||

અજ્ઞાનતિમિરાન્ધસ્ય, જ્ઞાનાંજનશલાકયા|
ચક્ષુરુન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ||૩||

નમામીહ્રદયે શેષે, લીલાક્ષીરાબ્ધિશાયિનમ |
લક્ષ્મીસહસ્ત્ર લીલાભિ:, સેવ્યમાનં કલાનિધિમ ||૪||

ચતુર્ભિશ્ર ચતુર્ભિશ્ર ચતુર્ભિશ્ર ત્રિભિસ્તસ્થા |
ષડભિવિરાજતે યોડસૌ, પંચધા હૃદયે મમ ||૫||

Shree Madhurastakam - Totak - Chhand Lyrics - શ્રી મધુરાષ્ટકમ - તોટક - છંદ

Adharam Madhuram Vadanam Madhuram, Nayanam Madhuram Hasitam Madhuram | 
Radayam Madhuram Gamanam Madhuram, Madhuradhipate-Rakhilam Madhuram ||1|| 

અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરં  |
હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરં  ||૧||

Vachanam Madhuram Charitam Madhuram, Vasanam Madhuram Valitam Madhuram | 
Chalitam Madhuram Bhramitam Madhuram Madhuradhipate-Rakhilam Madhuram ||2|| 

વચનં મધુરં ચરિતં મધુરં, વસનં મધુરં વલિતં મધુરં |
ચલિતં મધુરં ભ્રમિતં મધુરં મધુરાધિપતે-રખિલં મધુરં ||૨||

Venu-Madhuro Renu Madhur: Pani Madhur: Padau Madhurau | 
Nruty Madhuram Sankhyam Madhuram, Madhuradhipate-Rakhilam Madhuram ||3|| 

વેણુ-મધુરો રેણુ મધુર: પાણી મધુર: પાદૌ મધુરૌ |
નૃત્ય મધુરં સંખ્યં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરં ||૩||

Gitam Madhuram Pitm Madhuram, Bhuktam Madhuram Suptam Madhuram | 
Rupam Madhuram Tilakam Madhuram, Madhuradhipate-Rakhilam Madhuram ||4|| 

ગીતં મધુરં પીતં મધુરં, ભુક્તં મધુરં સુપ્તં મધુરં |
રૂપં મધુરં તિલકં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરં ||૪||

Karanam Madhuram Taranam Madhuram, Haranam Madhuram Ramanam Madhuram | 
Vamitam Madhuram Shamitam Madhuram, Madhuradhipate-Rakhilam Madhuram ||5|| 

કરણં મધુરં તરણં મધુરં, હરણં મધુરં રમણં મધુરં |
વમિતં મધુરં શમિતં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરં ||૫||

Puja Madhura Mala Madhura, Yamuna Madhura Vichi Madhura | 
Salilam Madhuram Kamalam Madhuram, Madhuradhipate-Rakhilam Madhuram ||6|| 

પૂજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા |
સલીલં મધુરં કમલં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરં ||૬||

Gopi Madhura Lila Madhura, Yuktam Madhuram Muktam Madhuram | 
Drastam Madhuram Sishtam Madhuram, Madhuradhipate-Rakhilam Madhuram ||7|| 

ગોપી મધુરા લીલા મધુરા, યુક્તં મધુરં મુક્તં મધુરં |
દ્રષ્ટં મધુરં શિષ્ટં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરં ||૭||

Gopa Madhura Gavo Madhura, Yasti Madhura Sushti Madhura | 
Dalitam Madhuram Phalitam Madhuram, Madhuradhipate-Rakhilam Madhuram ||8|| 

ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિ મધુરા સુષ્ટિ મધુરા |
દલિતં મધુરં ફલિતં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરં ||૮||

||Iti Shri Vallabhacaryavirachitam Shri Madhurashtakama Samaptam ||

||ઇતિ શ્રી વલ્લભાચાર્યવિરચિતં શ્રી મધુરાષ્ટકમ સમાપ્તમ ||



Monday 20 November 2017

Shree Yamunashtkam - શ્રી યમુનાષ્ટકમ (નમામી યમુનામહં)

Namami Yamuna Maham, Sakal Siddhi Hetum Muda
Murari-Pad Pankaj, Sfurad Mand Renutkatam
Tatastaha Nav Kanana, Prakat Mod-Pushpambuna
Sura Sur Su Poojit, Smara Pithuh Shriyam Bibhrateem (1)

નમામી યમુનામહંસકલસિદ્ધિહેતું મુદા
મુરારીપદપંકજ - સ્ફૂરદમન્દરેણુંતકાતમ |
તટસ્થ નવકાનન - પ્રકટ મોદપુષ્પાબુના
સુરાસુરસુપુજિત - સ્મરપિતું: શ્રીયં બિભ્રતિમ ||||

Kalind Giri Mastake, Patada Mand Poorojjwala
Vilas Gamanollasat, Prakat Gand Shailonnata
Saghosh Gati Dantura, Samadhi Roodh Dolottama
Mukund Rati Vardhinee, Jayati Padma Bandhoh Suta (2)

કલિન્દગીરીમસ્તતકેપતદમંદપુરોજ્જવલા
વિલાસગમનોલ્લસત - પ્રકટગણ્ડશૈલોન્નતા |
સઘોષગતિદન્તુરાસમધિરૂઢદોલોતમાં
મુકુન્દરતિવર્ધિનીજયતિ પદ્મબન્ધો: સુતા ||||


Bhuvam Bhuvana Pawanim, Madhigata Mane Kaswanaihi
Priya Bhiriva Sevitam, Shuka-Mayur Hans Sadibhih
Tarang-Bhuj Kankana, Prakat Muktika Valuka
Nitamba Tat Sundareem, Namata Krsnaturya Priyam (3)

ભુવં ભુવનપાવની - મધિગતામનેકસ્વનૈ:
પ્રિયાભિરવી સેવિતાંશૂકમયુરહંસાદિભી: |
તરંગભુજકંકણપ્રકટ - મુક્તિકાવાલુકા
નિતંબતટસુંદરીનમત કૃષ્ણતુર્યપ્રીયામ ||||

Anant Gun Bhushite, Shiva Viranchi Devastute
Ghana Ghan Nibhe Sada, Dhruva Parashara Bheeshtade
Vishuddha Mathura Tate, Sakal-Gop Gopi Vrute
Krupa Jaladhi Sanshrite Mama Manaha Sukham Bhavaya (4)

અનંતગુણભૂષિતે શિવવિરંચીદેવસ્તુતે
ઘનાધનનીભે સદાધ્રુવપરાશરાભીષ્ટદે |
વિશુદ્ધમથુરાતટેસકલગોપગોપીવૃતે
કૃપાજલધિ સંશ્રિતેમમ મન: સુખં ભાવય ||||

Yaya Charan Padmadja, Murari Poho Priyam Nhavuka
Samagamanto Bhavat. Sakalsiddhida Sevtaam
Taya Sadrush Tamiyat, Kamalja Sapatneeva Yat
Hari Priya Kalindaya, Mansi Me Sada Sthieyatam (5)

યયા ચરણપદ્મજામુરરિપો: પ્રિયંભાવુકા
સમાગમનતો ભવતસકલસિદ્ધિદા સેવતામ |
તયા સદ્દશતામિયાતકમલજા સપત્નીવયત
હરિપ્રિયકલીન્દયામનસિ મેં સદાસ્થિયતામ ||||

Namostu Yamune Sada, Tav Charitra Matyad Bhutam
Na Jatu Yam Yaatana, Bhavati Te Payaha Panataha
Yamopi Bhagini Sutan, Kathamu Hanti Dushtanapi
Priyo Bhavati Sevanat, Tav Hareryatha Gopikaha (6)

નમોડસ્તુ યમુને સદાતવ ચરિત્રમત્યદ ભૂતં
ન જાતુ યમયાતનાભવતિ તે પય:પાનત: |
યમોડપિ ભગિનીસુતાનકથમુ હન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાતતવ હરેર્યથા ગોપિકા: ||||

Mamastu Tav Sannidhau, Tanunavatva Metavata
Na Durlabh Tama Rati, Muraripau Mukund Priye
Atostu Tav Lalanaa, Sur Dhunee Param Sangamat
Tavaiv Bhuvi Keertita, Na Tu Kadapi Pushti Sthitahi (7)

મમાડસ્તુ તવ સંન્નિધૌતનુનવત્વમેતાવતા
ન દુર્લભતમા રતિ - મુરરિપૌ મુકુન્દપ્રિયે |
અતોડસ્તુ તવ લાલનાસુરધુની પરં સંગતામ
તવૈવ ભુવી કીર્તિતાન તું કદાપી પુષ્ટિસ્થિતૈ: ||||

Stutim Tava Karoti Kaha, Kamal Ja Sapatni Priye
Harery Danu Sevaya, Bhavati Saukya Mamokshatah
Iyam Tav Kathadhika Sakal Gopika Sangama
Smara Shrama Jalanubhi, Sakalgatrajaihi Sangamaha (8)

સ્તુતિં તવકરોતિ ક: કમલજાસપત્નિપ્રિયે
હરેર્યદનુસેવયાભવતિ સૌખ્યમામોક્ષત: |
ઈયં તવ કથાડધિકાસકલગોપીકસંગમ
સ્મરશ્રમજલાણુભિ:સકલ ગાત્રજૈ: સંગમ: ||||

Tavashtak Midam Muda, Pathati Soorsoote Sada
Samasta Duritakshayo, Bhavati Vai Mukunde Rathihi
Taya Sakal Siddhayo, Murripushcha Santushyati
Swabhav Vijayo Bhavet, Vadati Vallabhaha Shree Hareh (9)

તવાષ્ટકમિદં મુદા, પઢતિ સૂરસૂતે સદા
સમસ્તદુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિ: |
તયા સકલસિદ્ધયૌ, મુરરિપુશ્ચ સંતુષ્યતી
સ્વભાવવિજયો ભવેદ-વદતિ વલ્લભ: શ્રી હરે: ||||

Evu Shree Vallabh Prabhu Nu Nam Lyrics - એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

Evu Shri Vallabha Prabhunu Naam Amane Pran Pyaru Che 

Evu Shri Viththala Prabhunu Naam Amane Pran Pyaru Che... 


એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે...


Pran Pyaru Che Amane Atishe Vahalu Che 

Pusti Marga Praktavyo Daityono Tap Nasavyo 

Evu Shri Vallabh Prabhunu Naam Amane Pran Pyaru Che... 


પ્રાણ પ્યારું છે અમને અતિશે વહાલું છે
પુષ્ટિ માર્ગ પ્રકટાવ્યો દૈત્યોનો તાપ નસાવ્યો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે...


Seva Marga Calavyo Bhakti Marga Vistaryo 

Evu Shri Viththal Prabhunu Naam Amane Pran Pyaru Che... 


સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિસ્તાર્યો
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે...

Mevad Madhye Biraje Jenu Svarup Sundar Raje 

Evu Shri Shrinathajinu Naam Amane Pran Pyaru Che... 


મેવાડ મધ્યે બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે
એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે...

Kankaroli Madhye Biraje Rudo Raysagar Gaje 

Evu Shri Dvarakadhish Nu Naam Amane Pran Pyaru Che... 


કાંકરોલી મધ્યે બિરાજે રૂડો રાયસાગર ગાજે
એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે...

Gokud ma Gaudhanacari Vrundavan ma Kunjabihari 

Evu Shri Krushn-chandra Nu Naam Amane Pran Pyaru Che...


ગોકુળમાં ગૌધાનચારી વૃંદાવનમાં કુંજબિહારી
એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે...

O Shreenathji Aavajo Tame Lyrics - ઓ શ્રીનાથજી આવજો તમે

O Shrinathji Aavjo Tame, Vata Joi Rahya Kyarana Ame; 

Anek Janmathi Jiv Athade, Aapa Saranani Khabar Na Pade... 


ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે;
અનેક જન્મથી જીવ આથડે, આપ શરણની ખબર ના પડે...


Aapa Charan To Rudiyama Vase, Sri Mahaprabhu Vina Kyanthi Dise; 

Charan Saran To Apanu Kharu, Janam Mrityu Dukh To Gayu... 


આપ ચરણ તો રુદિયામાં વસે, શ્રીમહાપ્રભુ વિના ક્યાંથી દીસે;
ચરણ શરણ તો આપનું ખરું, જન્મ મૃત્યુનું દુઃખ તો ગયું...


Das Apana Jo Hase Khara, Janm Mrityuthi Te Tari Jase; 

Das Bhavathi Sau Tari Jase, Das Apana Jo Khara Hase...

 

દાસ આપના જો હશે ખરા, જન્મ મૃત્યુથી તે તરી જશે;
દાસ ભાવથી સૌ તરી જશે, દાસ આપના જો ખરા હશે...


Das Hoya To Kadi Na Visare, Bhay Tajine Sarvada Phare; 

Das Vitthalesh Vinanti Kare, O Shrinathji Aavjo Tame...


દાસ હોય તો કડી ન વિસરે, ભય તજીને સર્વદા ફરે;
દાસ વિઠ્ઠલેશ વિનંતી કરે, ઓ શ્રીનાથજી આવજો તમે...