Search This Blog

Thursday 7 December 2017

Shree Nathji No Dhawani (Mathurama Shreenathji) - શ્રીનાથજીનો ધ્વની (મથુરામાં શ્રીનાથજી)

Mathura Ma Shrinathaji Gokul Ma Shrinathaji 
Yamunajina Kanthe Ramta Rangila Shrinathaji 

મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજી
યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી

Rangeela Shrinathji Albela Shrinathji 
Vallabha-Kulna Vhala Bole Rangila Shrinathaji 

રંગીલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી
વલ્લભકુળના વહાલા બોલે રંગીલા શ્રીનાથજી

Madhuvan Ma Shrinathji Kunnj-Vanma Shrinathji 
Vrindavanam Ma Ras Ramta Rangeela Shrinathji 

મધુવનમાં શ્રીનાથજી કુંજવનમાં શ્રીનાથજી
વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી

Nandagam Shrinathji Barsane Shrinathji 
Kam-Vanma Krida Karta Rangila Shrinathaji 

નંદગામ શ્રીનાથજી બરસાને શ્રીનાથજી
કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી

Dangadh Shrinathji Mangarh Shrinathji 
Sankadikhore Goras Khata Rangeela Shrinathji 

દાનગઢ શ્રીનાથજી માનગઢ શ્રીનાથજી
સાંકડીખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી

Sanketama Shrinathaji Van-Van Ma Shrinathji 
Gahavaravanma Ras Ramta Rangeela Shrinathji 

સંકેતમાં શ્રીનાથજી વનવનમાં શ્રીનાથજી
ગહવરવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી

Govardhan Ma Shrinathji Marag Ma Shrinathji 
Manasi Ganga Ma Man Harta Rangila Shrinathaji 

ગોવર્ધનમાં શ્રીનાથજી મારગમાં શ્રીનાથજી
માનસી ગંગામાં મન હરતા રંગીલા શ્રીનાથજી

Radha Kund Shrinathji Krushnakund Shrinathji 
Chand Sarovar Choke Ramta Rangila Shrinathaji 

રાધાકુંડ શ્રીનાથજી કૃષ્ણકુંડ શ્રીનાથજી
ચંદ સરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી

Vruksh Vruksh Shrinathji Dal Dal Shrinathji 
Patr Patrne Pushpe Ramta Rangeela Shrinathji 

વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી ડાળ ડાળ શ્રીનાથજી
પત્ર પત્રને પુષ્પે રમતા રંગીલા શ્રીનાથજી

Aanyor Ma Shrinathji Govind Kund Shrinathji 
Apsarakunde Aanand Karta Rangila Shrinathaji 

આન્યોરમાં શ્રીનાથજી ગોવિંદકુંડ શ્રીનાથજી
અપ્સરાકુંડે આનંદ કરતા રંગીલા શ્રીનાથજી

Gali Gali Shrinathaji Kunj Kunj Shrinathji 
Surabhikunde Snan Karta Rangila Shrinathaji 

ગલી ગલી શ્રીનાથજી કુંજ કુંજ શ્રીનાથજી
સુરભીકુંડે સ્નાન કરતા રંગીલા શ્રીનાથજી

Mandir Ma Shrinathji Parvat Par Shrinathji 
Jatipura Ma Pragat-Biraje Rangeela Shrinathji 

મંદિરમાં શ્રીનાથજી પર્વત પર શ્રીનાથજી
જતીપુરામાં પ્રકટબિરાજે રંગીલા શ્રીનાથજી

Bilachhuvan Ma Shrinathaji Kusum-Khor Shrinathaji 
Shyam-Dhak Ma Chhaka Aaroge Rangeela Shrinathji 

બિલછૂવનમાં શ્રીનાથજી કુસુમખોર શ્રીનાથજી
શ્યામઢાકમાં છાક આરોગે રંગીલા શ્રીનાથજી

Rudra Kund Shrinathji Harajikund Shrinathji 
Kadamakhandi Ma Krida Karta Rangila Shrinathaji 

રુદ્રકુંડ શ્રીનાથજી હરજીકુંડ શ્રીનાથજી
કદમખંડીમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી

Gam Gam Shrinathji Tham Tham Shrinathji 
Gulal Kunde Holi Ramta Rangeela Shrinathji 

ગામ ગામ શ્રીનાથજી ઠામ ઠામ શ્રીનાથજી
ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથજી

Navalkunde Shrinathji Ramanakunnje Shrinathji 
Vrajavasina Vahala Bole Rangila Shrinathaji.

નવલકુંડે શ્રીનાથજી રમણકુંજે શ્રીનાથજી
વ્રજવાસીના વહાલા બોલે રંગીલા શ્રીનાથજી.

Shreeji Bava Din Dayada - શ્રીજી બાવા દીન દયાળા

Shriji Bava Din Dayala Bhakt Tamaro Janajo
શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો

Harigun Gata Dosh Pade To Seva Amari Manajo 
હરિગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો

Hu Aparadhi Kai Na Samajyo Naam Tamara Apar Che 
હું અપરાધી કાઈ ન સમજ્યો નામ તમારા અપાર છે

Das Upar Daya Karo To Gun Tamara Gay Che 
દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે

O Din Bandhu O R Dayadu Prathana Karu Karagari 
ઓ દિન બંધુ ઓ ર દયાળુ પ્રાથના કરું કરગરી

Das Upar Daya Karo To Phere Janmana Dharu Phari 
દાસ ઉપર દયા કરો તો ફેરે જન્મના ધરું ફરી

Gaulokavasi Vaikunthavasi Buddhi Amari Sudharajo 
ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધી અમારી સુધારજો

Janam Maran Na Bandhan Chhute Evi Bhakti Amane Apajo 
જન્મ મરણના બંધન છુટે એવી ભક્તિ અમને આપજો

Ant Samaye Prabhu Daya Karine Darshan Deva Avajo 
અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો

Das Upar Daya Karine Charan Kamal Ma Rakhajo
દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો

Shree Nathjini Manasi Pooja (Vanke Ambode Shree Nathji) - શ્રીનાથજીની માનસી પૂજા (વાંકે અંબોડે શ્રીનાથજી)

Vanke Ambode Shrinathji, Ne Sundirashyam Svarup; 
Shrivallabha Shut Seva Kare, E Shrigokul Na Bhup. 

વાંકે અંબોડે શ્રીનાથજી, ને સુંદિરશ્યામ સ્વરૂપ;
શ્રીવલ્લભસુત સેવા કરે, એ શ્રીગોકુળના ભૂપ.

Pagh Bandhe Vahalo Jarakashi, Ne Sundar Vagha Sar; 
Pataka Chhe Panch Rang Na, Sajia Te Sol Shrungar..., 

પાઘ બાંધે વહાલો જરકશી, ને સુંદર વાઘા સાર;
પટકા છે પંચ રંગના, સજિઆ તે સોળ શૃંગાર...,

Kesari Tilak Sohamana, Nasika Vishvadhar; 
Tilak Ni Ati Kranti Chhe, Kanthe Chhe Motiyan Har..., 

કેસરી તિલક સોહામણા, નાસિકા વિશ્વાધાર;
તિલકની અતિ ક્રાંતિ છે, કંઠે છે મોતિયન હાર...,

Hadapachie Hiralo Jhag-Mage, Ena Tej Tano Nahi Par; 
Adhar Bimb E Rasik Chhe, Jhalake Chhe Jyot Prakash..., 

હડપચીએ હીરલો ઝગમગે, એના તેજ તણો નહિ પાર;
અધર બિંબ એ રસિક છે, ઝળકે છે જ્યોત પ્રકાશ...,

Bahe Bajubandh Berakha, Harina Khitaliyala Kesh; 
Nirakhya Ne Vadi Nirakhisu, Ena Par Na Pame Shesh..., 

બાહે બાજુબંધ બેરખા, હરિના ખીટળીયાળા કેશ;
નીરખ્યા ને વળી નીરખીશું, એના પાર ન પામે શેષ...,

Dabi Baju E Girivar Dharyo, Jamane Kati Madhya Bhag; 
Krupa Karo Shrinathji, Mara Haiya Tadha Thay..., 

ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણે કટી મધ્ય ભાગ;
કૃપા કરો શ્રીનાથજી, મારા હૈયા ટાઢા થાય...,

Paye Ghughari Rana-Jhane, Mojadie Moti No Har; 
Krupa Karo Shrinathji, Balihari Madhavadas..., 

પાયે ઘૂઘરી રણઝણે, મોજડીએ મોતીનો હાર;
કૃપા કરો શ્રીનાથજી, બલિહારી માધવદાસ...,

Madhavadas Kahe Hari Maru, Maṅgyu Apo Maharaja; 
Ladi Ladi Karu Vinanti, Mune Dejo Vrajama Vas...

માધવદાસ કહે હરિ મારું, માંગ્યું આપો મહારાજ;
લળી લળી કરું વિનંતી, મુને દેજો વ્રજમાં વાસ...

Darshan Dhyo Ma Shree Yamunaji - દર્શન દ્યો માં શ્રીયમુનાજી

Darshan Dyo Ma Shri Yamunaji, Hu To Bija Kasathi Nathi Raji. 
Pan Karavo Amrut Jalna, Jor Hathavo Maya Balna; 
Ratan Karavo Shri Radhavarna, Darshan Dyo Ma Shri Yamunaji. 

દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી.
પાન કરવો અમૃત જલના, જોર હઠાવો માયા બળના;
રટણ કરાવો શ્રી રાધાવરના, દર્શન દ્યો માં શ્રી યમુનાજી.

Sharan Padyo Chu Dukhada Kapo, Tap Nivari Sukhada Apo; 
Yugal Svarup Mara Hrdaye Sthapo, Darshan Dyo Ma Shri Yamunaji. 

શરણ પડ્યો છું દુઃખડા કાપો, તાપ નિવારી સુખડા આપો;
યુગલ સ્વરૂપ મારા હૃદયે સ્થાપો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી.

Aharanish-Seva Ma Din Gadu, Krushn Krupalu Dinata Mangu; 
Avichal Pad Mangu, Paye Lagu, Darshan Dyo Ma Shri Yamunaji. 

અહરનીશસેવામાં દિન ગાળું, કૃષ્ણ કૃપાળુ દીનતા માંગું;
અવિચળ પદ માંગું, પાયે લાગુ, દર્શન દ્યો માં શ્રી યમુનાજી.

Maya Jal Tadoji Maharani, Maji Lilama Lo Tani; 
Daivi Jiv Upar Karuna Jani, Darshan Dyo Ma Shri Yamunaji. 

માયા જાળ ટાળોજી મહારાણી, માજી લીલામાં લો તાણી;
દૈવી જીવ ઉપર કરુણા જાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી.

Chhodavi Dyo Vishaya-Sakti, Manasi Sevama Anurakti; 
Shyam-Charanama Dyo Ma Dradh Bhakti, Darshan Dyo Ma Shri Yamunaji. 

છોડાવી દ્યો વિષયાસક્તી, માનસી સેવામાં અનુરક્તિ;
શ્યામચરણમાં દ્યો માં દ્રઢ ભક્તિ, દર્શન દ્યો માં શ્રી યમુનાજી.

Durgun Mara Kadhi Nakho, Vank Amaro Hoy To Sankho; 
Vraj Ma Vas Karu Em Mukhe Bhakho, Darshan Dyo Ma Shri Yamunaji. 

દુર્ગુણ મારા કાઢી નાખો, વાંક અમારો હોય તો સાંખો;
વ્રજમાં વાસ કરું એમ મુખે ભાખો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી.

Lala Laheri Sevak Taro, Din Thai Aayo Ghano Dukhiyaro; 
Ugharavano Ma Bijo Nathi Aaro, Darshan Dyo Ma Shri Yamunaji.

લાલા લહેરી સેવક તારો, દિન થઇ આયો ઘણો દુખીયારો;
ઉગરવાનો માં બીજો નથી આરો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી.