Search This Blog

Monday 25 March 2019

Chhelada Ho Chhelada Makhan Na Ghelada - છેલડાં હો છેલડાં (Lyrics)

Chhelada Ho Chhelada, Makhan Na Ghelda, 
છેલડાં હો છેલડાં, માખણના ઘેલડાં,

Radhana Pran Adhar, Chhelada, Chhelada Ho Chhelada... 
રાધાના પ્રાણ આધાર, છેલડાં, છેલડાં હો છેલડાં...

Avo Alabelada, Ghar Ma Ekalada, 
આવો અલબેલડા, ઘરમાં એકલડાં,

Na Avo To Nandajini Aan, Chhelada Ho Chhelada... 
ન આવો તો નંદજીની આણ, છેલડાં હો છેલડાં...

Odhi Chhe Ghatadi Ne Jovu Tari Vatadi, 
ઓઢી છે ઘાટડી ને જોવું તારી વાટડી,

Sham Saluna O Sham Chhelada, Chhelada Ho Chhelada...
શામ સલૂણા ઓ શામ છેલડાં, છેલડાં હો છેલડાં...

Nandajina Haiyana Har Chhelada, Chhelada Ho Chhelada.... 
નંદજીના હૈયાના હાર છેલડાં, છેલડાં હો છેલડાં....

Dhimethi Avajo Ne Sankhad Khakhadavajo 
ધીમેથી આવજો ને સાંખળ ખકડાવજો

Koi Na Jane Vat Chhelada, Chhelada Ho Chhelada.... 
કોઈ ન જાણે વાત છેલડાં, છેલડાં હો છેલડા....

Jasodana Jivan Pran Chhelada, Chhelada Ho Chhelada... 
જશોદાના જીવન પ્રાણ છેલડાં, છેલડાં હો છેલડાં...

Sasu Kathor Che Ne Nanadi Cakor Che, 
સાસુ કઠોર છે ને નણદી ચકોર છે,

Kari Muke Bumaran Chhelada, Chhelada Ho Chhelada.... 
કરી મૂકે બુમરાણ છેલડાં, છેલડાં હો છેલડાં....

Radhana Pran Adhar Chelaoa, Chhelada Ho Chhelada.... 
રાધાના પ્રાણ આધાર છેલડા, છેલડાં હો છેલડાં....

Urana Asanapar Besadu Natavar Chhelada, Chhelada Ho Chhelada.... 
ઉરના આસનપર બેસાડું નટવર છેલડાં, છેલડાં હો છેલડાં....

Punju Tamara Pay Chhelada, Chhelada Ho Chhelada... 
પુજું તમારા પાય છેલડાં, છેલડાં હો છેલડાં...

Nandajina Pran Adhara Chhelada, Chhelada Ho Chhelada....
નંદજીના પ્રાણ આધાર છેલડાં, છેલડાં હો છેલડાં....

Sunday 24 March 2019

ભ્રહ્મસબંધનો ભાવાર્થ (Bhramsabandh No Bhavarth - In Gujarati)


ભગવાન ક્રુષ્ણથી વીખૂટા પડે, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી, ભગવાનની પ્રાપ્તિને માટે હ્રદયમાં જે તાપ-ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ, ભગવાન ક્રુષ્ણ (શ્રી ગોપીજનવલ્લભ) ને દેહ, ઇન્દ્રિય પ્રાણ, અંતઃકરણ તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આ લોક અને પરલોક, આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. “હે ક્રુષ્ણ ! હું તમારો છું.”

Wednesday 20 March 2019

Mangala Ni Aarati - Aarati Shree Nathajini Mangla Kari Lyrics - મંગળાની આરતી - આરતી શ્રીનાથજીની મંગળા કરી

Aarati Srinathajini Mangala Kari, 
આરતી શ્રીનાથજીની મંગળા કરી

Prabhu Mangala Kari.... 
પ્રભુ મંગળા કરી....

Sankh Vagya Srinathaji Jagya, 
શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા ,

Utavala Kari Prabhu Utavala Kari.... Arati 
ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી.... આરતી

Nirakhata Mukharavinda, (2) 
નિરખતા મુખારવિંદ(૨)

Socana Kari, Prabhu Socana Kari.... Arati 
શોચના કરીપ્રભુ શોચના કરી.... આરતી

Vastra Angikara Karya, (2) 
વસ્ત્ર અંગીકાર કર્યા, (૨)

Jhariji Bharya, Prabhu Jhariji Bharya... Arati 
ઝારીજી ભર્યા પ્રભુ ઝારીજી ભર્યા... આરતી

Mathe Mugat Kane Kundal, (2) 
માથે મુગટ કાને કુંડળ, (૨)

Morali Dhari, Prabhu Morli Dhari... Arati 
મોરલી ધરીપ્રભુ મોરલી ધરી... આરતી

Ghanan Ghanan Ghant Vage, (2) 
ઘનન ઘનન ઘંટ વાગે, (૨)

Jhalaro Ghani, Prabhu Jhalaro Ghani... Arati 
ઝલરો ઘણીપ્રભુ ઝાલરો ઘણી... આરતી

Tala Ne Mrudang Vage (2) 
તાલ ને મ્રુદંગ વાગે (૨)

Vage Venu Vansali, Prabhu Vage Venu Vasali...Arati 
વાગે વેણુ વાંસળીપ્રભુ વાગે વેણુ વાસળી...આરતી

Das Janine Darshan Dejo (2) 
દાસ જાણીને દર્શન દેજો (૨) 
Daya To Kari, Prabhu Krpa To Kari... Arati 
દયા તો કરીપ્રભુ કૃપા તો કરી... આરતી

Nami Namine Paya Lagu (2)
નમી નમીને પાય લાગુ (૨)
 
Antarama Thari, Prabhu Antarama Thari,… 
અંતરમા ઠરીપ્રભુ અંતરમા ઠરી,…
 
Arati Srinathajini Mangala Kari.
આરતી શ્રીનાથજીની મંગળા કરી.

Jagne Jadava Krushn Govadiya (Rag : Prabhatiyu) - જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા (રાગ : પ્રભાતીયુ)

Jag Ne Jadva Krushn Govaliya, Tuj Vina Dhen Ma Kon Jashe?

જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયાતુજ વિણ ધેનમા કોણ જાશે ?


Transe Ne Sath Govad Tode Madya, Vado Re Govaliyo Kon Thashe?

ત્રણસે ને સાઠ ગોવાળ  ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ?


Dahi Tana Daithara, Ghi Tana Ghebara, Kadhiyela Dudh Te Kon Pishe?

દહી તણા દૈથરાઘી  તણા ઘેબરાકઢિયેલા દુધ તે કોણ પીશે ?

Hari Taryo Hathiyo, Kadinag Nathiyo, Bhumino Bhar Te Kon Leshe?

હરિ તાર્યો હાથિયોકાળિનાગ નાથિયોભુમિનો ભાર તે કોણ લેશે ?

Jamuna Ne Tire, Goudhan Charavata, Madhuri Si Morali Kon Vahashe?

જમુનાને તીરેગૌધણ ચરાવતામધુરી શી મોરલી કોણ વહાશે ?

Bhane Narasaiyo Tara Gun Gai Rijiye, Bud ta Banhedi Kon Sahashe?

ભણે નરસૈયો તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતા બાંહેડી કોણ સહાશે ?


Aaj Mara Mandiriyama Mhale Shree Nathaji Lyrics - આજ મારા મંદિરિયામા મ્હાલે શ્રીનાથજી


Aaj Mara Mandiriyama Mhale Shrinathaji 
Jane Sakhi, Keva Rumajhum Cale Shrinathaji Aaj... 

આજ મારા મંદિરિયામા મ્હાલે શ્રીનાથજી
જાને સખી, કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી આજ...

Jasodana Jaya Ne Nandana Dulara, 
Mangadani Jhankhi Kevi Aape Shrinathaji Aaj... 

જસોદાના જાયા ને નંદના દુલારા,
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી આજ...

Jarakasi Jamo Dhari Ubha Shrinathaji, 
Jagatana Te Sachesacha Sobha Shrinathaji Aaj... 

જરકશી જામો ધરી ઊભા શ્રીનાથજી,
જગતના તે સાચેસાચા શોભા શ્રીનાથજી આજ...

Mohanamada Motivadi Dhari Shrinathaji, 
Puspani Mala Upara Vari Jau Shrinathaji Aaj... 

મોહનમાળા મોતીવાળી ધરી શ્રીનાથજી,
પુષ્પની માલા ઉપર વારી જાઉ શ્રીનાથજી આજ...

Shrinathajine Paye Jhannjhar Sobhe Shrinathaji, 
Svarup Dekhi Munivarana Man Lobhe Shrinathaji Aaj... 

શ્રીનાથજીને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી,
સ્વરૂપ દેખી મુનીવરના મન લોભે શ્રીનાથજી આજ...

Bhav Dhari Bhajo Tame Balakrusn Lalaji, 
Vaisnav Janane Ati Ghaṇa Vhala Shrinathaji Aaj... 

ભાવ ધરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી,
વૈષ્ણવ જનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી આજ...

Shri Vallabhana Svami Ne Antaryami, 
Dejo Amane Vrajama Vas Shrinathaji Aaj...

શ્રી વલ્લભના સ્વામી ને અંતર્યામી,
દેજો અમને વ્રજમા વાસ શ્રીનાથજી આજ...