Search This Blog

Thursday 9 August 2018

Mara Shree Nathji Ni Sonani Ghanti - મારા શ્રીનાથજીની સોનાની ઘંટી

Mara Shrinathaji ni Sonani Ghanti, 
Ema Daday Nahi Bajro Ne Banti; 
Sakar Dadu To Udi Udi Jaye, 
Kesar Dade Samagri Thay. 
Madi Tara Kanane Evi Chhe Tevo, 
Nitya Amari Puthe Puthe Avato; 
Harto Jay Pharto Jay, 
Gopioni Mashkari Karto Jay. 
Mara Shrinathji ni Sonani Ghanti...(Tek) 

મારા શ્રીનાથજીની સોનાની ઘંટી ,
એમાં દળાય નહિ બાજરો ને બંટી;
સાકાર દળું તો  ઊડી ઊડી જાયે ,
કેસર દળે સામગ્રી થાય.
માડી તારા કાનાને એવી છે ટેવો,
નિત્ય અમારી પુઠે પુઠે આવતો;
હરતો જાય ફરતો જાય ,
ગોપીઓની મશ્કરી કરતો જાય.
મારા શ્રીનાથજીની સોનાની ઘંટી...(ટેક)

Hath Karine Makhan Mangato, 
Makhan Apu Tyare Misari Mangato; 
Khato Jay Khavadavato Jay, 
Mankadanne Gharama Ghalato Jaya... 

હઠ કરીને માખણ માંગતો,
માખણ આપું ત્યારે મિસરી  માંગતો;
ખાતો જાય ખવડાવતો જાય,
માંકડાંને ઘરમાં ઘાલતો જાય...

Be-Char Govadone Sathe Laine, 
Vanama Phare Vahalo Mastano Thaine; 
Lakadi Ne Kamadi Leto Jay, 
Kadi Dholi Gavadi Charavato Jay... 

બે-ચાર ગોવાળોને સાથે લઈને,
વનમાં ફરે વહાલો મસ્તાનો થઈને;
લાકડી ને કામળી લેતો જાય,
કાળી ધોળી ગાવડી ચરાવતો જાય...

Satsang Hoy Tya Avine Besato, 
Koi Na Jane Ene Chupa Re Veshe; 
Jhulato Jay Jhulavato Jay, 
Bhaktone Darshan Deto Jay... 

સત્સંગ હોય ત્યાં આવીને બેસતો,
કોઈ ના જાણે એને છુપા રે વેશે;
ઝુલતો જાય ઝુલાવતો જાય,
ભક્તોને દર્શન દેતો  જાય...

Vallabha Swami Jhajhu Shu Kahevu, 
Mare Nathi Kai Ema Levu Ke Devu; 
Ladi Ladi Hu To Laagu Pay, 
Tari Lila Mane Na Samajay...

વલ્લભ સ્વામી ઝાઝૂં શું કહેવું,
મારે નથી કંઈ એમાં લેવું કે દેવું;
લળી લળી હું તો લાગું પાય ,
તારી લીલા મને ના સમજાય ...